Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ,જુઓ શું કરવામાં આવી કામગીરી

રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે ગુજરાત સરકારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સેવાઓ માટે રૂ.9,263 કરોડની ફાળવણી કરી છે.

X

ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.નાગરીકોની આરોગ્ય સુખાકારી માટે સરકારે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ 9 હજાર કરોડ થી વધુ રકમ ફાળવી છે.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત નાગરિકોની સુખાકારી માટે ગુજરાત સરકારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ સેવાઓ માટે રૂ.9,263 કરોડની ફાળવણી કરી છે. જેમાં બિનચેપી રોગોના નિવારણ માટે 1,745 કરોડ તેમજ મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ મફત સારવાર આપવા 1600 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાતની હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો થયો છે ત્યારે વર્ષ 2001-02 થી 2021-22 સુધીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 41 ટકા અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં 37 ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પણ તાજેતરના એક ભાષણમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી.વિશ્વના પ્રથમ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું વર્ષ 2022માં ઉદ્ઘાટન થતાં ગુજરાતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી. રાજ્યમાં વર્ષ 2001માં માત્ર 9 મેડિકલ કોલેજો અસ્તિત્વમાં હતી, જે આંક વધીને 30 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નીલમ પટેલે પણ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં થયેલા ફેરફારો વિશે જાણકારી આપી હતી.

Next Story