/connect-gujarat/media/post_banners/f115dc7e5e50b0c4f471928a05e9a023da6d556187e1c4d6ae80cec4652d244c.webp)
ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર યુવા-યુવતીઓને શિલ્ડ, પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘SPIPA’માં તાલીમ મેળવી કેન્દ્રીય જાહેર સેવા આયોગ 'UPSC'ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતના 16 જેટલા યુવા-યુવતીઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલ્ડ, પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદ્ધિ હાંસલ કરનાર તમામ યુવાઓને શુભેચ્છા પાઠવી પદ, પૈસા કે, પ્રતિષ્ઠા કરતાં નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્વ આપવાની વિશેષ પ્રેરણા આપી હતી.