ગાંધીનગર : નેશનલ ગારમેન્ટ ફેરનું ત્રિદિવસીય આયોજન, અલગ અલગ રાજયોના 8થી વધુ સ્ટોલ્સ લાગ્યા.

નૅશનલ ફેરમાં ૩૫૦થી વધુ સહભાગીઓ,૭૫૦થી વધુ બ્રાંડ અને 25 હજારથી વધુ ફેશન પ્રોડક્ટસ પ્રસ્તુત કરવામાં આવી છે

New Update
ગાંધીનગર : નેશનલ ગારમેન્ટ ફેરનું ત્રિદિવસીય આયોજન, અલગ અલગ રાજયોના 8થી વધુ સ્ટોલ્સ લાગ્યા.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ત્રિદિવસીય નેશનલ ગારમેન્ટ ફેરનું ઉદ્ઘાટન કર્યું હતું.જેમાં રાજ્યભરના અલગ અલગ બ્રાંડેડ નોન બ્રાન્ડેડ કંપનીઓએ ભાગ લીધો હતો રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર એસોસીએશન આયોજિત ત્રિદિવસીય નેશનલ ગારમેન્ટ ફેરનું ઉદઘાટન કર્યું હતું.ગાંધીનગર ખાતે યોજાયેલ આ નૅશનલ ફેરમાં ૩૫૦થી વધુ સહભાગીઓ,૭૫૦થી વધુ બ્રાંડ અને 25 હજારથી વધુ ફેશન પ્રોડક્ટસ પ્રસ્તુત કરવામાં આવી છે. આ નેશનલ ફેરમાં કાપડની વિવિધ બ્રાન્ડ દર્શાવવામાં આવી છે. તો માત્ર ગુજરાત નહિ પણ દેશના અલગ અલગ 8થી વધુ રાજ્યોના સ્ટોલ પણ અહીં લગાવવામાં આવ્યા છે. બ્રાન્ડેડ કંપની પણ આ નેશનલ ગારમેન્ટ ફેરમાં ભાગ લેવા આવી છે આ નેશનલ ફેરનો ઉદેશ કપડાંની વિવિધ પ્રોડક્ટ લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશ છે