ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉમેદવારોના મંથન અંગે બેઠક યોજાય હતી. ત્રણ દિવસીય બેઠકના આજરોજ બીજા દિવસે 10 જિલ્લાની 60 બેઠકોના ઉમેદવારોના નામ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુરુવારે ચૂંટણીની જાહેરાત સાથે સાથે જ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ શરૂ થઈ ચૂકી છે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકના પ્રથમ દિવસે 13 જિલ્લાની 47 બેઠકો પરના મુરતિયા માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.તો આજે 10 જિલ્લાની 60 જેટલી બેઠકો પર વિચારણા કરવામાં આવી રહી છે. ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આજે બીજા દિવસે પણ ચાલી રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો હતો.બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો પણ હાજર રહ્યા હતા તો પૂર્વ સીએમ વિજય રૂપાણી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા હતા.આજની બેઠકમાં રાજ્યના પાટનગર ગાંધીનગર,મહેસાણા,અમરેલી, ભાવનગર,નવસારી, ભરૂચ,જામનગર,દ્વારિકા સહિત ૧૫ જિલ્લાઓ માટે મંથન કરવામાં આવ્યું હતું.દરેક બેઠક પર ૩ નામની પેનલ બનાવવામાં આવી રહી છે ત્યાર બાદ આ નામ દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને 14 નવેમ્બર પહેલા ભાજપના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવામાં આવશે.