ગાંધીનગર: પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ અટલ ભૂજલ પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતેથી ‘અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ કરાવ્યો હતો.

New Update
ગાંધીનગર: પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ અટલ ભૂજલ પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતેથી ‘અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર ખાતેથી ‘અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ કરાવ્યો હતો. અટલ ભૂજલ યોજના અંતર્ગત રાજ્યના ૬ જિલ્લાના ૩૬ તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવશે અને આ ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે.આ પ્રસંગે સંબોધતા મંત્રીએ જણાવ્યું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે.રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે.‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણી અંતર્ગત જળસંચય અંગે જાગૃતિ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલ પ્રચાર-પ્રસાર રથનું યોજના હેઠળના વિસ્તારોમાં પરિભ્રમણ કરાવવામાં આવશે.

Latest Stories