/connect-gujarat/media/media_files/sY04s5Y3RQfiEB9nHUCu.jpg)
ગાંધીનગર ના સેક્ટર-19માં રહેતા વરિષ્ઠIAS અધિકારી રણજીતકુમાર ની પત્નીએ ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંસારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
તારીખ 21 મી એIAS અધિકારીનીપત્નીએઝેરી દવા ગટગટાવી હોવાનીઘટના પ્રકાશમાં આવી હતી.જે અંગેની જાણ થયાબાદ પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સારવાર દરમિયાનસૂર્યાબેનુંમોત નીપજ્યું હતું.અને મૃતદેહનેપોસ્ટમોર્ટમકરવા સહિતની કાનૂની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
મૃતક મૂળ તમિલનાડુના વતની હોવાથી પોલીસે વતનમાં તેમના પરિજનોને બનાવથી માહિતગાર કર્યા હતા. પરિજનોના આવ્યા બાદ તેમને મૃતદેહ સોંપવામાં આવશે. IAS અધિકારી રણજિતકુમાર ગુજરાત કેડરના2005 બેચનાIAS છે.હાલ તેઓ ગુજરાત વીજ નિયમન પંચમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.તેમનાપત્નીનાઆપઘાત પાછળના કારણો જાણવાની તપાસ પોલીસે હાથ ધરી છે.