/connect-gujarat/media/post_banners/0f793aaf219a94dc5c01a4316279ef400e145753e9fa684a5a7ce56dc7805493.jpg)
રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલને રાજભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી સહિત મંત્રી મંડળના મંત્રી અને રાજ્ય સરકારના સચિવ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે બપોરે 12 કલાકે મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યોની શપથવિધિ શરૂ થઈ હતી. જેમાં વિધાનસભા ગૃહમાં પ્રોટેમ સ્પીકર સહિત અન્ય ધારાસભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ ગ્રહણ કરાવ્યા હતા. વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. પ્રોટેમ સ્પીકરની શપથવિધિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રી અને રાજ્ય સરકારના સચિવ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ 15મી વિધાનસભા ગૃહના તમામ નવા સભ્યોએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા યોગેશ પટેલે ભાજપના ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં સૌથી પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ અનેક ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/27/04-2025-07-27-17-23-23.jpg)