/connect-gujarat/media/media_files/2025/12/05/rajkumar-jat-death-case-2025-12-05-18-24-19.jpg)
ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.આજે 8 ડિસેમ્બર ગણેશ જાડેજા નાર્કો ટેસ્ટની પ્રક્રિયા માટે ગાંધીનગર FSL પહોંચ્યા હતા. જ્યાં કાગળ પ્રક્રિયા હાથ ધરાઈ છે. આગામી 11 તારીખ સુધીમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થવાની સંભાવના છે. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકોએ રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરી છે.
ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં મૃતકના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માંગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. ત્યારબાદ આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.
જોકે, આ કેસમાં ખાનગી બસના ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં કરવામાં આવે કારણ કે તેની ઉંમર અને શારીરિક સ્થિતિને લઈને નાર્કો ટેસ્ટ નહીં કરવા માટે નિર્ણય લેવાયો છે. જેને લઈને હવે માત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ રાજકુમારના મોતને લઈને અનેક સવાલો અને અટકળો ચાલી રહી છે તેના પર પૂર્ણવિરામ લાગી શકે છે.