લૂંટેરી દુલ્હન ગેંગ યુવકોને બનાવ્યા શિકાર
મેરેજ બ્યુરોની આડમાં લગ્નવાંછુક યુવકો બન્યા ભોગ
લૂંટેરી દુલ્હન ગેંગના 9 સભ્યો આચરતા કૌભાંડ
ભોગ બનનાર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ
પોલીસે દંપતી સહિત ચાર લોકોની કરી ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ અર્બુદા નગર સોસાયટીમાં રહેતા પરિવારે પોતાના ઘરે જ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો નામથી મેરેજ બ્યુરો ચલાવતા હતા.જેમાં લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી તેઓના મળતિયાઓ મારફતે લગ્નવાંછુક યુવાનો સાથે બોગસ લગ્ન કરાવી કોઈ પણ બહાના હેઠળ છૂટાછેડા લેવડાવી છેતરપિંડી આચરતા હતા,આ ઘટનામાં મનોજ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતા મનોજભાઈ સોની સહિત નવ વ્યક્તિઓ અલગ અલગ લગ્નવાંછુક યુવાનોને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લેતા હતા.
જોકે છેતરપિંડીનો ભોગ બનેલ યુવકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આખો મામલો બહાર આવ્યો હતો,અને પોલીસે છેતરપિંડી આચરનાર મનોજ બાબુલાલ સોની,તેની પત્ની કવિતા મનહરલાલ સોની,બિરેન્દ્ર ભુટા મહતો,દિવ્યાબેન સજજનભાઈ સોનીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.