કોંગ્રેસમાં ગાબડું:ભરૂચ ઝઘડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છેભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છે.

New Update
કોંગ્રેસમાં ગાબડું:ભરૂચ ઝઘડિયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાનોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છે.ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છેભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના સૌના સાથ અને સૌના વિકાસની કાર્યપધ્ધતિથી પ્રેરાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ તેમજ સહકારી આગેવાન તેમના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા હતા.

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સૌના સાથ અને વિકાસથી આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જનજનનો વિકાસ કરવા ડગ આગળ ભરી રહી છે.

ભરૂચ જિલ્લામાં પણ ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકો પર કેસરિયો લહેરાવવા મક્કમ અને મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સૌના વિકાસ કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ ઝઘડિયા તાલુકામાંથી બુધવારે કોંગી અને સહકારી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો.

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધર્મેશ મિસ્ત્રી, જનક મોદી, મંત્રી નિશાંત મોદીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનોજ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજસિંહ બારોટ, સહકારી આગેવાન જ્યેન્દ્રસિંહ પરમાર વિધિવત ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો.

આ પ્રસંગે તેઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે.

Latest Stories