Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વેરાવળમાં યોજાઈ ૭૫ મીટર ની"ભવ્ય તિરંગા યાત્રા"

શહેરના યુવાનો દ્વારા શહીદ દીન નિમિત્તે અનેરું આયોજન... આઝાદી ના અમૃતમહોત્સવ ને ઉપલક્ષ્ય માં આયોજન..

X

સેંકડો રાષ્ટ્રપ્રેમી યુવાનો,વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા જોડાયા...

૨૩ માર્ચ એટલે શહીદ દિવસ...સમગ્ર દેશમાં આજ ના દિવસે શહીદોના બલિદાનને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાય છે. ત્યારે ગીર સોમનાથના વેરાવળ ખાતે યુવાનો દ્વારા શહીદ દિવસની વિષેશ ઉજવણી કરવામાં આવી હતી. શહેરની સામાજીક સંસ્થાના નેજા હેઠળ શહેરના યુવાનો દ્વારા 75 મીટર લાંબા ત્રિરંગાની ભવ્ય યાત્રા યોજી હતી. આ ત્રિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર પસાર થઈ ત્યારે રાષ્ટ્રભક્તિનું અનેરું વાતાવરણ ખડું થયું હતું. આયોજક યુવક નીરવ શાહના જણાવ્યા મુજબ સાંપ્રત સમયમાં યુવાનો માં દેશભક્તિ સાથે શહીદોની શોર્યતા પ્રબળ બને તેવા ઉદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story