ગીર સોમનાથ: એવા ગામ કે જયાં લાખોના ખર્ચે ઓવરહેડ ટાંકી તો બની ગઈ પણ પીવાનું પાણી જ નથી આવતું !

ધામેળેજ ગામ તથા ધામળેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે.

New Update
ગીર સોમનાથ: એવા ગામ કે જયાં લાખોના ખર્ચે ઓવરહેડ ટાંકી તો બની ગઈ  પણ પીવાનું પાણી જ નથી આવતું !

વિકાસની ગુલબંગો વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે રીતસરના વલખા મારી રહ્યા છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના તાલાલા વિધાનસભા મત વિસ્તારના ધામળેજ અને કણજોતર ગામ ના... અહીં એક તરફ ઉનાળાના ધોમધખતા તડકા પડી રહ્યા છે અને બીજી તરફ સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની સ્થિતિ જોવા મળી રહી છે.કણજોતર અને ધામળેજ ગામે સરકારની લાખો રૂપિયાની સિંચાઈની યોજનાઓ તો છે પરંતુ પાણી ન હોવાના કારણે ગ્રામજનોને માટે આ સિંચાઈ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે.

અને ધામેળેજ ગામ તથા ધામળેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામ માં લાખો ના ખર્ચે ઑવરહેડ ટેન્ક, સમ્પ અને ઘર ધર સુધી નળ કનેક્શન તો છે પરંતુ પાણી ન આવતા લાખોની યોજના શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઇ રહી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ તેઓને 15 દિવસે એક વાર મીઠું પાણી નસીબ થાય છે. ગૃહિણીઓ પાણીના એક બેડા માટે આજુબાજુના વિસ્તારમાં રઝળપાટ કરતી નજરે પડે છે.ત્યારે ગ્રામજનોની સરકાર પાસે માંગણી છે કે નાગરિકોને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કરવામાં આવે..