/connect-gujarat/media/post_banners/77682d288e220a026310c236c84d0267804b6211f9fbe50daa0606e479dde2dd.jpg)
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં એકલી રહેતી શિક્ષિકા પર અંગત અદાવત રાખી એક યુવકે કાચ જેવી ઘાતક વસ્તુ વડે જીવલેણ હુમલો કર્યો..ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતાં અને ઉનાના સિલોજ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી યુવતી પર કોડીનારના દિલીપ કાળું ટાંક સામે ચેક રિટર્ન અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
જેની અદાવત રાખી આજે દિલીપ ટાંક શિક્ષિકાના ઘરમાં ઘૂસી ગયો હતો. શખ્સ ઘરમાં ઘૂસીને બોલાચાલી કરી હતી. ત્યાબાદ કાચ જેવી જીવલેણ વસ્તુ વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ શખ્સે હુમલો ફરિયાદ પરત ખેંચી લેવા કર્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદ આધારે કોડીનારના શખસ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.