Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: "આપ"ના ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીએ કારમાં બેસી ચાલતી પકડી

આપના ગોપાલ ઇટાલિયાનો વિરોધ, હિન્દુ અને બ્રમ સમાજ અંગે કર્યું હતું વિવાદિત નિવેદન.

X

સોમનાથમાં AAPની જન સંવેદના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળી રહ્યો છે. AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનને લઈ સોમનાથમાં ભારે વિરોધ થતા ગોપાલ ઈટાલીયા અને ઈશુદાન ગઢવીએ મંદિરમાંથી પોલીસ કોર્ડન વચ્ચે કારમાં બેસી ચાલતી પકડી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણ અને હિન્દુ પરંપરાનું અપમાન કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા કહી રહ્યા છે કે, "મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણ કે મને તમારી જરૂર નથી. વધુમાં સત્ય નારાયણ ભગવાનની કથા અને ભાગવત કથાને લઈને પણ ગોપાલ ઈટાલીયાએ સવાલો ઉઠાવ્યા હતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે કથા જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે॰ ગોપાલ ઈટાલિયાનો વિવાદિત નિવેદન વાળો વીડિયો વાયરલ થયા બાદ હવે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે ગીર સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ પ્રદર્શન થયું હતું. ગોપાલ ઈટાલિયા અને ઈશુદાન ગઢવી સોમનાથ મંદિરની બહાર દર્શન કરી નીકળી રહ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરતા તેઓ કારમાં બેસી રવાના થઈ ગયા હતા. વિરોધ બાદ બ્રહ્મ સમાજે નિવેદન આપતા જણાવ્યું છે કે સોમનાથ માં દર્શન કરી અને ધજા ચડાવીને સંસ્કૃતિનું જતન કર્યું છે, ઈટાલિયા સંસ્કૃતિનું ભાન થયું એ સારી બાબત છે,વધુમાં બ્રહ્મ સમાજે વાયરલ વીડિયો મુદ્દે ગોપાલ ઈટાલિયાએ વાતચીત કરવી જોઈએ તેવું જણાવ્યું હતું.અને જો તે આ બાબતે માફી નહિ માંગે તો આગળ પણ વિરોધ કરવામાં આવશે.

વિરોધ પ્રદર્શન બાદ ગોપાલ ઇટાલીયા અને કાર્યકરો પ્રભાસ પાટણ પોલીસ મથકે હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોધાવવા પહોંચ્યા હતા ફરિયાદ નોંધાવ્યા બાદ ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે ભૂતકાળ ની કોઈ પણ બાબતે કોઈ ધર્મ સમાજ ની લાગણી દુભાઈ હોઈ તો હું માફી માંગુ છું પણ અમારો વિરોધ કે હુમલો ભાજપ પ્રેરિત છે તેવો આરોપ પણ લગાવ્યો હતો આમ વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યની રાજનીતિ ગરમાઈ રહી છે.

Next Story