Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : અભ્યારણના વન્યપ્રાણીઓ માટે વન વિભાગે બનાવ્યા પાણીના કુત્રિમ કુંડ...

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.

X

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી. જેથી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે જુદા જુદા સ્થળોએ 500થી વઘુ પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

એશીયાટીક લાયનના ગઢ એવા સાસણ ગીર અભ્યારણ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ નાના મોટા વોકળા અને નદી-નાળા સુકાવા લાગે છે. તો બીજી તરફ ધોમધખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે પાણી મળવું કઠીન બની જાય છે, ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાસણ ગીર પંથકમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોને કૃત્રીમ રીતે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ગીર અભ્યારણમાં 500થી વઘુ પાણીના પોઇન્ટ નક્કી કરાયા છે. જેમાં ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છે, તો ધણી જગ્યાએ પવનચક્કી અને સોલાર વોટર પંપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

વન્ય જીવોને લાંબા અંતર સુધી પાણી માટે ભટકવું ન પડે તે માટે આશરે 100થી વધુ પવનચક્કી અને સોલાર વોટર પંપ દ્વારા નિર્ધારિત પોઈન્ટ પર કૃત્રિમ રીતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નમુનેદાર એવા સાસણ ગીર એનીમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. એનીમલ કેર સેન્ટરમાં પિંજરાઓ પર નેટ બાંધી પાણીનો સમયાંતરે છંટકાવ કરવામાં આવે છે.

Next Story