સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થયો છે. જે અંતર્ગત તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત તમિલ દર્શનાર્થીઓએ વિવિધ સ્થળની મુલાકાત કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની નેમ સાથે દેવાધિદેવ મહાદેવના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થયો છે. જે અંતર્ગત તમીલ બાંધવોને પ્રભાસતીર્થના વિવિધ પૌરાણિક મહત્વના સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. તમિલ બાંધવોએ પ્રભાસતીર્થના ભાલકા, ગીતામંદિર અને રામમંદિર જેવા વિવિધ સ્થળોની મુલાકાત કરી હતી તેમજ સ્થાનિક તમિલ ગાઈડ પાસેથી તમિલ ભાષામાં આ તમામ સ્થળો વિશે ઈતિહાસ તેમજ પૌરાણિક જાણકારી મેળવી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉમળકાભેર પોતાના પ્રતિભાવો આપતા તમિલ બાંધવોએ જણાવ્યુ હતું કે, અહીં તમામ વ્યવસ્થા ખૂબ જ સારી છે અને પ્રભાસતીર્થની આદ્યાત્મિક યાત્રા કરીને અમારૂ જીવન ધન્ય થયું તેવી લાગણી અનુભવી રહ્યાં છીએ.