ગીર સોમનાથ : માંડવી ગામે ચકચારી હત્યાની ઘટનામાં મોટો ખુલાસો,ભાઈએ જ કરી ભાઈની હત્યા,આરોપીની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાલીયા માંડવી ગામ જ્યાં  હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતા તેમની દફન વિધિ કરવામાં આવી હતી.

New Update
  • હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

  • ભાઈએ જ કરી હતી ભાઈની હત્યા

  • કુહાડીના ઘા મારીને કરવામાં આવી હત્યા

  • પોલીસે દફનાવેલી લાશ બહાર કાઢીને કર્યું પીએમ

  • પોલીસે હત્યારા ભાઈની કરી ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાલીયા માંડવી ગામ જ્યાં  હનીફ જમાલ શેખ નામના યુવકનું મોત થતા તેમની દફન વિધિ કરવામાં આવી હતી. જો કે યુવાન હનીફ શેખની હત્યા થઈ હોવાની જાણકારી પોલીસને મળતા નવાબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો  પોલીસ કાફલો કબ્રસ્તાન પહોંચ્યો હતો. એટલું જ નહીં ઉના એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.અને કબ્રસ્તાનમાં દફન મૃતક હનીફની લાશને ખોદકામ કરી બહાર કાઢવામાં આવી હતી.તેમજ ઉના સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવક હનીફ કારણ વગર ઘરમાં ઝઘડો કરતો હતો.ગત 20 એપ્રિલની સાંજે પણ ઘરમાં ઝઘડો થયો હતો.જે મામલો શાંત પડ્યો હતો,પરંતુ સવારે તે ફરી કુહાડી લઈને ઘરમાં આવ્યો હતો.જ્યાં તેની તેના ભાઈ જાવીદ સાથે ઝપાઝપી થઈ હતી.જો કે જાવીદે સૌ પ્રથમ પરિવારને કહ્યું હતું કે તે નીચે પડી જતા કુહાડો તેને વાગી ગયો જેને લઇ તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ દેલવાડા પહોંચતા જ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.

આરોપી જાવેદે બાદમાં તેણે જ પોતાના ભાઈની હત્યા કર્યાનું નાના ભાઈને કહેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જાવેદે બાદમાં કહ્યું હતું કે હનીફ કુહાડી લઈ સવારે 8 કલાકે ઝઘડો કરવા આવ્યો હતો,ત્યારે જાવેદે તેના હાથમાંથી કુહાડી ઝૂંટવી લઈ તેના માથાના પાછળના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું.

પોલીસને હત્યાની જાણ થતા લાશને કબર બહાર કાઢી પીએમમાં ખસેડી હતી.જ્યારે આરોપી મૃતકના ભાઈ જાવીદની ધરપકડ કરી છે.ફોરેન્સિક ટીમ દ્વારા ઘટના સ્થળના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.ગીર એસપી મનોહરસિંહ જાડેજાએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.અને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે