-
સુત્રાપાડાના મોરાસા ગામની ચકચારી ઘટના
-
3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી
-
ગંભીર ઇજાના પગલેનું બાળકીનું મોત નીપજ્યું
-
ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી
-
દીપડાને પાંજરે પકડવા વન વિભાગની કાર્યવાહી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા તેનું મોત નીપજ્યું હતું.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી રહ્યા હતા અને બાળકી ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી. પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી જતાં ખેત મજૂરી કરતાં પરિવાર પર આભ ફાટ્યું હતું.
આ ઘટનામાં રમેશભાઈ ચાવડાની કુંદના નામની 3 વર્ષની દીકરીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારમાં 2 દીકરી હતી, જેમાંથી એક દીકરીને દીપડાએ ફાડી કાઢતા મોતને ભેટી હતી. વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા.
ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ, વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે, જ્યાં ઘટના વિસ્તારમાં 5 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે.