Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : અતિ વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા, લીલા દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરતાં ખેડૂતો..!

ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે.

X

ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. તો બીજી તરફ બેટ બનેલા ખેતરો જ્યાં સુકાવા જાય છે, ત્યાં ફરી ભરાઈ જાય છે. જેના કારણે અનેકવિધ પાકોમાં વ્યાપક નુકશાન થતાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગયા વર્ષે તાઉતે વાવાઝોડું અને આ વર્ષે અતિ વરસાદના કારણે ખાસ કરીને સુત્રાપાડા તાલુકામાં ખેતરો બેટમાં ફેરવાયેલા રહે છે. જેના કારણે ખેતીમાં તમામ પાકો સળી ગયા છે, અને મોટું નુકશાન પહોચ્યું છે. ખેડૂતોને સૂર્યોદય દર્શન દે તેની સાથે જ વાવાઝોડા અને અતિવૃષ્ટિની પરિસ્થિતિએ ફરીથી દસ્તક દીધી છે. ખેડૂતો જાણે કે, લીલા દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો વહાલ સોયો પાક ગણાતી મગફળી, સોયાબીન, એરંડા સહિત બાજરીનો પાક સતત પાણીમાં રહેવાથી સડવા લાગ્યો છે.

ગીર સોમનાથ જીલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક પાકો પાણીની અતિશયોક્તિથી નુકશાન વેઠી રહ્યા છે. જોકે, હવે ટૂંક સમયમાં આકરો તાપ અથવા સૂર્યપ્રકાશ નહીં મળે તો હજારો ખેડૂતોની મહિનાઓની મહેનત આ ચોમાસાના પાણી સાથે ધોવાઈ જશે. સાથે જ ખેડૂતોને ઉપાડ કરેલ પૈસાનું ચુકવણું કરવું પણ ભારી પડશે. જેથી રાજ્ય સરકાર તાકીદે સર્વે કરાવી યોગ્ય મદદ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Next Story