ગીર સોમનાથ : આકાશમાંથી કાચુ સોનું વરસતા ગીર પંથકના ખેડૂતોએ મગફળીની વાવણીના શ્રી ગણેશ કર્યા…

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update

ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છેત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ગીર પંથકમાં મેઘમહેર થતા અને વરસાદરૂપી કાચુ સોનું વરસતા ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોના જણાવ્યા અનુસારદરેક ગામમાં ખેતી કરતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. વાવણી લાયક સારો વરસાદ વરસતા હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા વાવણીના શ્રી ગણેશ કરાયા છે. જોકેખેડૂતોને આશા છે કેઆ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહેશેઅને ગીર પંથકમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થશે. જેથી સારો વરસાદ વરસવાના કારણે ખેડૂતોમા આંણદ છવાયો છે.

#વાવણી #ગીર પંથક #મગફળી #ગીર સોમનાથ #ખેડૂતો
Here are a few more articles:
Read the Next Article