પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારે મોટી ભેટ ધરી છે તેમ કહી શકાય, સોમનાથ તીર્થમાં GSRTC દ્વારા 2 ઈલેક્ટ્રીક ac લક્ઝરી બસોની સેવા લોકાર્પિત કરાઈ છે.
દેશ આજે જ્યારે વિશ્વભરમાં હરિત ઊર્જા તરફ આગેવાની કરી રહ્યો છે ત્યારે સોમનાથ તીર્થમાં પણ આ અભિગમ નો અમલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એકમ GSRTC દ્વારા કરોડોની કિંમતની 2 અત્યાધુનિક બસો વેરાવળ થી સોમનાથ અને પ્રભાસ તીર્થના ધર્મસ્થાનોને જોડશે. આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે જે બસ ને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ 100% ઈલેક્ટ્રીક ઊર્જા થી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરીને મદદરૂપ બનશે.