ગીર સોમનાથ : જિલ્લામાં સારા વરસાદથી જળાશયોમાં થઈ નવા નીરની આવક

છેલ્લા 24 કલાકમાં હિરણ 1માં 9.5 ફૂટ, હિરણ - 2માં 10 ફૂટ તો શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું

New Update

ગીર જંગલમાં મુશળધાર વરસ્યા મેઘરાજા

સિંચાઈ અને પીવાના પાણીની રાહત સર્જાઈ

હિરણ-1 કમલેશ્વર ડેમમાં 9.5 ફૂટ નીરની આવક

હિરણ - 2 ઉમરેઠી ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક

શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક

 ગીર જંગલમાં મુશળધાર વરસાદ થતાં ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે જંગલ મધ્યે આવેલ હિરણ - 1 કમલેશ્વર ડેમ,  હિરણ - 2 ઉમરેઠી ડેમ અને શિંગોડા ડેમમાં નવા નીરની આવક થવા પામી છે.

ગીર જંગલમાં અનરાધાર વરસેલા વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં હિરણ 1માં 9.5 ફૂટહિરણ - 2માં 10 ફૂટ તો શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું હોય તેમ સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે.

આવી જ રીતે જિલ્લાનો સૌથી મોટો જળાશય અને વેરાવળ નગરપાલિકા તેમજ 42 ગામ જૂથ યોજના મારફતે લાખો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડતા હિરણ - 2 ઉમરેઠી ડેમમાં છેલ્લા 24 કલાક 6.50 ફૂટ પાણીનો જીવંત જથ્થો નોંધાયો છે. ગીર જંગલમાં તેમજ ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં થયેલ નોંધપાત્ર નવા નીરની આવકના પગલે સિંચાઈ અને પીવાના પાણીની રાહત સર્જાતા ખુશીનો માહોલ સર્જાયો છે.

વરસાદને પગલે સુત્રાપાડાના પ્રાંચીતીર્થની સરસ્વતી નદીમાં પણ પૂરની સ્થિતિ ઉદભવી છે.જેના પગલે સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. મંદિર પાણીમાં ગરકાવ થતાં માધવરાય ભગવાન જલમગ્ન થયા હતા. સરસ્વતી નદીમાં  નવા નીર આવતા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

Latest Stories