Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સોમનાથ મંદિર ખાતે ઉત્સાહપૂર્વક થઈ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી

X

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી

સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉમંગપૂર્વક ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ગીર સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેનવાજાના અધ્યક્ષસ્થાને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' ની થીમ પર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ અને શાળા-કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની થીમ હેઠળ સોમનાથ મંદિર પાસેના ચોપાટી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામે 'શલભાસન','મકરાસન', 'અર્ધઉષ્ઠાસન', 'ઉત્તાનમંડૂકાસન', 'વક્રાસન', 'ભૂજંગાસન' જેવા વિવિધ આસનોથી સામૂહિક યોગ દ્વારા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આ તકે સ્વામિનારાયણ દ્રોણેશ્વર ગુરુકુળની વિદ્યાર્થીનીઓએ યોગ નિદર્શન કર્યુ હતું સાથે જ ઉપસ્થિત તમામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન પણ નિહાળ્યું હતું.

Next Story