ગીર સોમનાથ: અધિક શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાય આ વિશેષ સેવા

પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે 21 રૂપિયામાં બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી છે.

New Update
ગીર સોમનાથ: અધિક શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાય આ વિશેષ સેવા

અધિક શ્રાવણ અને શ્રાવણમાં ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયામાં બિલ્વપૂજા સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ મહાશિવરાત્રી પર વિક્રમજનક 1.40 લાખ પૂજા નોંધાયા બાદ ટ્રસ્ટની બિલ્વપુજા શ્રાવણના 60 દિવસ ફરી પ્રારંભ કરવામાં આવી છે.

સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે ભક્તોનું પુણ્ય જોડાશે.ભકતોને 21 બિલ્વપૂજાના પ્રસાદમાં રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મોકલવામાં આવશે ત્યારે શ્રાવણ અને અધિક શ્રાવણ માસમાં ટ્રસ્ટનીઆ આઇકોનિક 21₹ બિલવપુજામાં ભાગ લેવા માટેભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Latest Stories