ગીર સોમનાથમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યોની હાજરીમાં નારી શક્તિ સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળમાં કોમ્યુનીટી હોલમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને નારી શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં અધ્યક્ષ ડો. દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મહિલા સશક્તિકરણમાં 2.89 લાખ સખી મંડળમાં 30.64 લાખ સભ્યો દ્વારા આર્થિક ઉપાર્જન કરવામાં આવે છે.
મહિલાઓ માટે વિવિધ કાયદાઓમાં જરૂરી સુધારા અને બદલાવ લાવવાની જરૂર જણાય છે. ત્યાં કેન્દ્ર સરકાર બદલાવ લાવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સગર્ભા માતાઓને રૂ.6 હજારની સહાય આપવામાં આવે છે. ડો. દેસાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, 181 અભયમ હેલ્પલાઇન મહિલાઓને મુશ્કેલીની પરિસ્થિતિમાં ઘટનાસ્થળ પર કાઉન્સિલિંગ તથા રેસ્ક્યુની સુવિધા, સલાહ અને માર્ગદર્શન પૂરું પડી રહી છે. ત્યારે મહિલાઓના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક સુવિધાઓ કરે છે. જેમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, જનની શિશુ સુરક્ષા યોજના, મમતા દિવસ, ચિરંજીવી યોજના ,ખિલખિલાટ ફસ્ટ રેફરલ યુનિટ સુદ્રઢીકરણ, ઑબ્સેટેટ્રીક આઈ.સી.યુ. વગેરે યોજનાઓ અમલમાં છે.