ગીર સોમનાથ : ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડના બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. SOG પોલીસને ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડનું ચરસ મળી આવતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મહિને ચરસના 273 જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હિરાકોટના ધામળેજ બંદર નજીકના સમુદ્ર કિનારેથી SOGની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજે કિંમત રૂપિયા 5 કરોડ 30 લાખ હોવાનું મનાઈ રહ્યું છે.

વધુમાં છેલ્લા 2 વર્ષમાં સમુદ્ર કિનારેથી રૂ. 25 કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું છે. મોટાભાગે પાકિસ્તાનઈરાનઅફઘાનિસ્તાનથી ચરસ આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ 2 વર્ષ દરમિયાન રૂ. 380 કરોડનું ડ્રગ્સ ગીર સોમનાથ જિલ્લામાંથી મળી આવ્યું છે. SOG પોલીસે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો છેત્યારે હાલ તો આ મામલે SOG સહિતની પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Latest Stories