Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ બચાવોના સૂત્ર સાથે વિશાળ રેલી યોજાય...

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.

એશીયાનું ગૌરવ અને જુનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા તા. 10 ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ, જુનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા 'વર્લ્ડ લાયન ડે'ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વિવિધ શાળાની 10 હજાર જેટલી વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળની સરકારી બોયઝ હાઇસ્કુલ ખાતેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓએ સિંહના મુખૂટા પહેરી સિંહ બચાવોના સૂત્રો સાથે 2 કિલોમીટર લાંબી રેલી યોજી હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે નીકળેલી રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી.

Next Story