/connect-gujarat/media/post_banners/c3d113a669e9f050a1775dd7dfcb677c843aed46d653067b7234e86c86beb0cc.jpg)
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથના ઉના તાલુકાના ઓલવાણ ગામે સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના પ્રારંભે 31 પોથી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ઓલવાણ ગામની શેરી અને ગલીઓ નીકળતા અબીલ ગુલાલ તેમજ પુષ્પવર્ષા કરવામાં આવી હતી, ત્યારે સમગ્ર ઓલવાણ ગામમાં વૃંદાવન જેવો માહોલ સર્જાયો હતો. સમસ્ત આહીર કછોટ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં શાસ્ત્રી ડો. મહાદેવ પ્રસાદ સતત 7 દિવસ અમ્રુતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે. આ સાથે જ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન ભવ્ય લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.