/connect-gujarat/media/post_banners/228044df87d445a20119ccdba6919673005bd81f06f9995f397ce0e66c2ec423.jpg)
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર થતા ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે તો સાથે જ નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં એક બાજુ ચોમાસું મોડું શરૂ થયું હતું જો કે શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી જો કે તાર બાદ વરસાદ ખેંચાતા પાક બળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હવે છેલ્લા 3 દિવસથી જીલ્લામાં મેઘ મહેર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે તેના લીધે ચોમાસુ પાક મગફળી કપાસ સોયાબીન જેવા પાકોને નવું જીવતદાન મળ્યું છે તો સાથે જ નદી નાળામાં નવા નીરની પણ આવક થઈ છે.