/connect-gujarat/media/post_banners/aeec50e84db63193a5a6f76bb95af069f951d7ba252abafc528d282dafe7b6eb.jpg)
ગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા
જન્માષ્ટમી પર્વ પર ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બાબા અમરનાથની ગુફાના આયોજનો કરાય છે. જેમાં વિશાળ ગુફા માર્ગમાં બરફ પથરાય છે તેમ જ ગુફાની અંદર બાબા અમરનાથનું બરફનું શિવલિંગ પણ કરાય છે સાથે સાથે ગામઠી મેળો પણ યોજાય છે આધુનિક યુગમાં લુપ્ત થતી પ્રાચીન સંસ્કૃતિ ના પણ આ છાત્રોડા ગામે આયોજનમાં અચૂક દર્શન થાય છે.છાત્રોડા ગામે સ્થાનિક યુવાનો દ્વારા અનેક ભક્તિમય આયોજનો કરાય છે. પ્રતિવર્ષની જેમ બાબા અમરનાથની ગુફામાં બનાવાય છે. આ વર્ષે નેશનલ હાઇવે પર આવેલ "નિરાધારનો આધાર" આશ્રમમાં નિવાસ કરતા સો જેટલા નિરાધાર અને દિવ્યાંગ લોકો કે જેના કોઈ વાલી વારસ ન હોય આવા દિવ્યાંગ લોકોને છાત્રોડા ગામે યોજાયેલ ગામઠી મેળા સાથે બાબા અમરનાથની ગુફાના દર્શન કરાવાયા હતા. તો તમામ દિવ્યાંગો આ અનોખો રોમાન્ચ માણી અને ખૂબ જ ધન્ય બન્યા હતા.