Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ઋષિ પંચમીના દિવસે પ્રાચી તીર્થ સ્થિત પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર, ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોએ કર્યા શિવ દર્શન.

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે ઋષિ પંચમીના પાવન દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ પૂર્વ વાહિની સરસ્વતી નદીના કિનારે બિરાજમાન શ્રી પૃથ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે ઋષિ પંચમીના પાવન દિવસે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ અવસરે બરફાની બાબા શ્રી અમરનાથના દર્શન સહિત શિવજીને અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. પ્રાચી તીર્થમાં મંદિર નજીક મોક્ષ પીપળો સહિત અનેક શિવાલય પણ આવેલા છે.

આ તીર્થને સોવાર કાશીના પ્રાચીન નામથી પણ ઓળખાય છે, ત્યારે ઋષિ પંચમીના દિવસ નિમિત્તે પૃથ્વેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

Next Story
Share it