Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરાયો...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે અલગ અલગ સંદેશા સાથે બેનમૂન અને કલાત્મક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા હતા.

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ગીર સોમનાથ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેતશિલ્પ મહોત્સવમાં કલાનિપુણ કલાકારો દ્વારા બનાવેલા આકર્ષક રેતશિલ્પ નિહાળી સહેલાણીઓ અભિભૂત થયા છે. આ રેતશિલ્પોના માધ્યમથી પ્લાસ્ટિક મુક્ત ભારત, વેક્સિનેશન અભિયાન, કોરોના સામે જાગૃતિ અને દેશની સાહસી સેના સહિતના સામાજિક જાગૃતિના સંદેશા આપવામાં આવ્યા છે. સાથે જ સૈન્ય દિવસની ઉજવણી પર વીર સૈનિકો અને સરદાર પટેલના પણ રેતશિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે સોમનાથ ખાતે આવતા યાત્રીકો મહાદેવના દર્શન સાથે રેત શિલ્પ નીહાળી અભિભૂત થયા હતા

Next Story