ગીર સોમનાથ: તપોવન શાળાની ચકચારી ઘટના, ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને માર્યો માર,વાલીઓના ગંભીર આક્ષેપ

જિલ્લાના ખાંભા ગામે સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ નવમા ધોરણના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ: તપોવન શાળાની ચકચારી ઘટના, ધોરણ 12ના વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને માર્યો માર,વાલીઓના ગંભીર આક્ષેપ
New Update

ગીર સોમનાથ જિલ્લાના ખાંભા ગામે સ્કૂલ હોસ્ટેલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ નવમા ધોરણના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે આવેલ તપોવન શાળાની ચકચારી ઘટના સામે આવી છે જેમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 9 વિદ્યાર્થીઓએ ભેગા મળી નવમા ધોરણના 3 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. આ ઘટના તારીખ 6 નવેમ્બરના રોજ બની હતી જો કે દિવાળી વેકેશનના પગલે વાલીઓ બાળકોને હોસ્ટેલમાં લેવા પહોંચતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્રણ પૈકી એક બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે શાળાની હોસ્ટેલમાં તેમના બાળકોને માર મારવામાં આવ્યો હોવાની આટલી મોટી ઘટના બની હોવા છતા શાળા સંચાલકોએ સમગ્ર બાબતે મૌન સેવ્યું છે અને બનાવ છુપાવવાનો પ્રયાસ કર્યો છે

#Gujarat #CGNews #Students #Gir Somnath #beat up #Tapovan school #riot incident
Here are a few more articles:
Read the Next Article