ગીર સોમનાથ : તાલાળાની ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

તાલાળા તાલુકામાં આવેલ ગુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગીર સોમનાથ : તાલાળાની ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
New Update

ગીરસોમનાથ જિલ્લાના તાલાળાના ગુંદરણમાં આવેલ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલ ગુંદરણ ગામે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યાર બાદ મહેમાનોનું પુષ્પ ગૂંચ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલની નેશનલ અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ બોર્ડની પરીક્ષા તથા શાળકીય પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યા હતા. શાળામાં જ કરાવવામાં આવતા યોગ, કરાટે જેવા કૌશલ્યોની કૃતિએ લોકોમાં આગવો પ્રભાવ પાડ્યો હતો આ કાર્યક્રમમાં ગણેશ સ્તુતિ, લેઝી ડાન્સ, બૉલીવુડ ડાન્સ, સાંસ્કૃતિક નૃત્ય, ડ્રિમ ડાન્સ તેમજ હોનર ડાન્સ કરી લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સાથે શાળાના તમામ સ્ટાફને ટ્રસ્ટીઓ દ્વારા ભેટ સ્વરૂપે ઘડિયાળ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલાળાના ધારાસભ્ય ભગવાનબારડ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, વિક્રમ પટાટ, પરબત ચંડેરા તેમજ સમાજના આગેવાનો, દીકરીઓના વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શાંતિ પૂર્વક નિહાળ્યો હતો..

#Gujarat #CGNews #Gir Somnath #celebrated #annual festival #Krishna Kanya Vidya Sankul
Here are a few more articles:
Read the Next Article