Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ,સ્થાનિકોએ તંત્રને કરી રજૂઆત

સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વાવડી વાડી વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તોડી પડતા વિવાદ ઉભો થયો હતો જેના પગલે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના વાવડી ગામ સીમના રાતડીયા તળાવ વિસ્તારમાં ખાનગી કંપની સિદ્ધિ સિમેન્ટ એટલે કે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા ખેડૂતોને ખેતરે જોડતો મુખ્ય માર્ગ તોડી પાડતા ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી.આ સમગ્ર મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારો વર્ષો જૂનો આ માર્ગ છે અને અહીંથી અમે રોજ અવરજવર કરીએ છીએ તેમજ અમારી ખેતીવાડી પર જવા માટેના મુખ્ય માર્ગ છે અને કંપની દ્વારા અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આ રસ્તા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યુ છે તેમજ આ રસ્તો હાલ ગ્રામ પંચાયત હસ્તક છે તેમ છતાં કંપની દ્વારા કોઈને પણ જાણ કર્યા વગર આ રસ્તાને તોડી પાડવામાં આવ્યો છે

Next Story