/connect-gujarat/media/post_banners/bcd632256cc21dbf0a23c1f1316fbdd75817ccbc752d957a6793d41366bcab69.jpg)
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે 61 દિવસ બાદ આજે ખુલતા વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતા.સોમનાથા મંદિરમાં રાજય સરકારની નવી ગાઇડલાઇન મુજબ ભાવિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને ગાઈડ લાઇનનું ચુસ્ત પાલન પણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા 11 એપ્રિલ થી સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું જે હવે 11 જૂન એટલે કે આજ થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સરકાર ની ગાઇડલાઇન મુજબ ખોલાતા ભાવિકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
અગાઉ 2020ના વર્ષમાં 89 દિવસ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહ્યુ હતું જ્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેર શરૂ થતા તારીખ 11 એપ્રિલ થી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી હતી.પરંતુ કોરોના કાબુમાં આવતા સરકારની ગાઈડલાઈન મુજબ ૧૧ જુનથી શ્રદ્ધાળુઓ માટે સોમનાથ મંદિર નિયત સમય તેમજ ગાઈડલાઈન મુજબની વ્યવસ્થા સાથે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. જેમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રહેશે. સામાજિક અંતર જાળવવું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી,હાથ સેનેટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે. આજ પ્રથમ દિવસે જ વહેલી સવાર થી ભાવીકોની કતાર જોવા મળી હતી