Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : સનાતન ધર્મના સંત દ્વારા કોડીનાર થિયેટરમાં મહિલાઓ માટે ધ કેરલ સ્ટોરી" વિનામૂલ્યે દર્શાવાય...

ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે.

X

વિધર્મીઓ દ્વારા કેરળમાં ચોક્કસ ધર્મની યુવતીઓ વિરુદ્ધ ષડયંત્ર રચીને તેને પ્રેમજાળમાં ફસાવી તેના જીવનને બરબાદ કરતી ઘટના પર આધારિત ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મના સંત ઇન્દ્રભારતી દ્વારા કોડીનારના થિયેટરમાં મહિલાઓ માટે વિનામૂલ્ય દર્શાવવાની પહેલ કરી છે જેને ખાસ કરીને યુવતીઓ આવકારી રહી છે.

ધ કેરલ સ્ટોરી ચલચિત્ર સનાતન ધર્મની યુવતી અને કિશોરીઓ આવકારી રહી છે. કેરળમાં વિધર્મીઓ દ્વારા ચોક્કસ ધર્મની યુવતીઓને ટાર્ગેટ બનાવીને તેને પ્રેમ જાળમાં ફસાવી તેના જીવનને બરબાદ કરવામાં આવી રહ્યું છે, તેવી કથા વાર્તા પર ધ કેરલ સ્ટોરી ચલચિત્ર બનાવવામાં આવ્યું છે. સનાતન ધર્મના સંત ઇન્દ્રભારતી દ્વારા કોડીનારના થિયેટરમાં આગામી 19 તારીખ સુધી સનાતન ધર્મની બહેનો અને યુવતીઓને આ ચલચિત્ર વિનામૂલ્યે દર્શાવવાનો પહેલ કરી છે, જેને સોમનાથ જિલ્લાની યુવતીઓ આવકારી રહી છે.

જોકે, વિધર્મીઓ દ્વારા જે પ્રેમ અને પ્રપંચ ની જાળ ફેલાવવામાં આવી રહી છે તેને રોકવામાં સફળતા મળશે તેવો દાવો ચલચિત્ર જોયા પછી યુવતીઓ કરી રહી છે ચલચિત્રમાં જે પાષા નો ઉલ્લેખ કરાયો છે તેમાં એક માત્ર હિન્દુ યુવતીઓને ફસાવવા અને તેનું જીવન બરબાદ કરવા માટેના ધ્યેય સાથે વિધર્મીઓ દ્વારા પહેલા યુવતીને પ્રેમની જાળમાં ફસાવે છે ત્યારબાદ તેનો અનૈતિક દુરુપયોગ કરીને તેનું જીવન બરબાદ કરી નાખે છે ચલચિત્રના આ દ્રશ્યો હૃદય કંપાવી નાખે તેટલા ક્રુર છે.

Next Story