Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : 'જે જીતી શકે તેમ નથી તેવા લોકો કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે' આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? : ડો.રઘુ શર્મા

સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકોનું સોમનાથ સાંનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશ - સ્થાનિક પક્ષના આગેવાનો મંથન કરવાના છે.

X

ગીર સોમનાથ જિલ્લાનાં સોમનાથના સાનિધ્યમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી એવા ડો.રઘુ શર્મા એ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી રહેલા લોકો પર આકરા પ્રહાર કરીને ભાજપ પર નિશાન ચીંધ્યું હતું અને 125 સીટ જીતવા ની તૈયારી બતાવી હતી.

સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકોનું સોમનાથ સાંનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશ - સ્થાનિક પક્ષના આગેવાનો મંથન કરવાના છે. ત્યારે આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સોમનાથ પહોંચેલ કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માએ યોજેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ છોડી જઈ રહેલા કોંગી ધારાસભ્યોના સવાલના જવાબમાં કહ્યું હતું કે જે જીતી શકે તેમ નથી તેવા લોકો પક્ષ છોડી રહ્યા છે. ત્યારે આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? તેવું સુચક નિવેદન આપ્યું હતું. સોમનાથ સાંનિધ્યે હોટલમાં કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા, વિપક્ષી નેતા જગદીશ ઠાકોર, AICCના સેક્રેટરી, પ્રદેશ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય સૌરાષ્ટ્ર ઝોનની 54 વિધાનસભા બેઠકો કઈ રીતે જીતી શકાય તે માટે મંથન કરવાના છે. આ વખતની ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માઇક્રો લેવલ સુધીની તૈયારી કરી રણનિતી સાથે લડશે. તેના ભાગરૂપે રાજ્યમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ઝોનની બેઠક કરી રણનિતી ઘડી છે. આ વખતે ગુજરાતમાં 125 સીટ જીતવાનો લક્ષ્યાંક સાથે કોંગ્રેસ સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેના માટે જ રણનીતિ ઘડાશે.

Next Story