Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : બે'રોજગાર યુવાનોએ શરૂ કરી ટાયરોની તસ્કરી, આખરે CCTVના આધારે ઝડપાયા...

ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ટાયરોની ચોરી કરતી ગેંગના સાગરીતોને ગીર સોમનાથ જિલ્લાની તાલાલા પોલીસે ઝડપી પાડ્યા છે

X

ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી ટાયરોની ચોરી કરતી ગેંગના સાગરીતોને ગીર સોમનાથ જિલ્લાની તાલાલા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસને સીસીટીવી નેત્રમ અને સર્વેલન્સ સ્ટાફની મદદ દ્વારા ચલતી તપાસમાં એક મેટાડોરને શંકાના ઘેરામાં આવી હતી.

જેમાં છોટા હાથીને પોકેટ કેપ સોફ્ટવેરની મદદથી તેના નંબર મેળવી અને મૂળ માલિક પાસેથી ચોરીના ટાયર ખરીદનાર લોકો પાસે પહોંચતા જુનાગઢના રહેવાસી મહેન્દ્ર ઊર્ફે લખન વડેસરા, અજય ઉર્ફે સલમાન પંડ્યા અને એઝાઝ યુસુફ પંજાને ઝડપી તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા સૌરાષ્ટ્રભરમાંથી થયેલી ટાયરની ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસની પૂછપરછમાં આ ત્રણેય આરોપી પૈકીના 2 આરોપી મજૂરી અને એક આરોપી ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો. હાલ ત્રણેયના ધંધા-રોજગાર બંધ થયા હોય અને આવકનો કોઈ સ્ત્રોત ન હોય તેવામાં આ ત્રણેયે મળીને છોટા હાથી જેવું વાહન ખરીદી રાત્રિના 10 વાગ્યે જુનાગઢથી નીકળી રાજકોટ, ગીર સોમનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પર પડેલા ટાયરોની ચોરી શરૂ કરી હતી. ત્યારબાદ જુનાગઢના એક બંધ ગોડાઉનમાં ટાયરોનો જથ્થો સાચવી રાખીને બાદમાં પોરબંદરમાં વેચવા જતા હોવાનું જણાવ્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 3 ટાયર ચોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story