ગીર સોમનાથ : ચોપાટી ગ્રાઉન્ડ પર વિવિધ ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરાયું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન

Advertisment

ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરાયું

વિવિધ ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન

પ્રધાનમંત્રીના અભિગમ અંતર્ગત ટ્રસ્ટની અનોખી પહેલ

સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું વૈદિક હોલિકા દહન  

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજ્યું હતું.

Advertisment

 આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ,ગીર ગાયનું ઘી,સમિધ કાષ્ઠસાત પ્રકારના અનાજકપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાતપિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે.આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

 

Advertisment
Latest Stories