ગીર સોમનાથ : યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં લગાવેલો સ્પાય કેમેરો મહિલાને નજરે પડતાં ભાંડો ફૂટ્યો..!

વેરાવળ ખાતે એક યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા સમગ્ર મામલો પોલીસ પથકે પહોંચ્યો છે.

New Update
ગીર સોમનાથ : યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં લગાવેલો સ્પાય કેમેરો મહિલાને નજરે પડતાં ભાંડો ફૂટ્યો..!

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે એક યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા સમગ્ર મામલો પોલીસ પથકે પહોંચ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પંથકમાંથી યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવકે પાડોશીના મકાનના બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેરાવળના 80 ફિટ રોડના પોષ એરિયામાં રહેતા ગોપાલ વણિક નામના યુવકનું કારસ્તાન સામે આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે. આ યુવક બાથરૂમમાં મહિલાઓની પ્રવૃત્તિઓના વિડિયો ઉતારતો હતો, ત્યારે ગતરોજ સાંજે બાથરૂમની જાળીમાં લાગેલો સ્પાય કેમેરો મહિલાને નજરે પડતાં ભાંડો ફૂટ્યો હતો. બનાવના પગલે મહિલાએ વેરાવળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ પોલીસે IT એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી યુવક ફરિયાદીના મકાનની બાજુમાં જ નવું મકાન બનાવી રહ્યો છે, ત્યારે બાંધકામ સમયે દીવાલમાં બાથરૂમ સાઈડ કેમેરો ગોઠવ્યો હોવાનું બહાર આવ્યું છે.

Latest Stories