New Update
/connect-gujarat/media/post_banners/b596b1ab5b0436eb0cf3d8260c5f4fbe33fa4cd7d73beb318efc0b3a9641a3bb.webp)
જૂનાનગઢમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયાની ચકચારી ઘટના સામે આવી છે. ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવાર વડે હુમલો થયો છે. તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અજાણ્યા સાધુએ તલવાર વડે હુમલો કર્યો છે. જો કે, હુમલામાં જયસીકાનંદ માતાજી ગંભીર રીતે ઘાયલ થયા છે,
જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલાની જાણ થતાં સાધુ-સંતો હોસ્પિટલ પહોંચ્યા છે. માતાજી પર અજાણ્યા સાધુએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે. ઈન્દ્રભારતી બાપુ સહિતના સંતો હોસ્પિટલ પહોંચ્યાં છે, તેમજ સાધુ-સંતોમાં રોષની જોવા મળી રહ્યો છે
Latest Stories