/connect-gujarat/media/post_banners/3bb95b84abe2f3d10a8d14ac59e4ba699755e93be87b4a1442fd19cb008d5833.webp)
ગીર સોમનાથના આજેઠા ગામના ચોંકાવનારા ફોટો અને વિડિઓ વાઇરલ થયા જેમાં આરોપ લાગ્યો છે કે આજોઠા ગામમાં 25 શ્વાનોની સામુહિક હતા કરવામાં આવી છે.આ અંગેનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે ગીરના આજોઠા ગામનો એક ચોકવાનારો વિડિઓ અને ફોટો સામે આવ્યા છે.આ ફોટા અને વિડીઓમાં ગામના યુવાનો હાથમાં લાકડી અને ધોકા લઈ શ્વાનો શોધતા હોઈ તેવા વિડિઓ વાઇરલ થયા છે.એટલું જ નહીં શ્વાનના બચ્ચાને કોથળામાં પુરતા હોવાના ફોટો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે.જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઇ શાહે આ સમગ્ર મામલે કલેકટરને આવેદન પત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે અહીં શ્વાનોની સામુહિક હત્યા કરાય છે.જો કે ગામના યુવાનોએ આ વાતને તદ્દન પાયા વિહોણી ગણાવી છે.
બીજી તરફ આ ઘટનાના વિડિઓ વાઇરલ થતા ભારે ચકચાર ફેલાય છે. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ આજોઠા પહોંચ્યા હતા અને સોશ્યિલ મીડિયામાં જે પ્રમાણે શ્વાનોના હત્યાકાંડનો મામલો ચાલી રહ્યો છે તે ખોટો ચાલી રહ્યો છે.તે અફવા હોવાનું ભગવાન બારડે કહ્યું છે.તાલાળાના ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, 'આજોઠા ગામે સમૂહ લગ્ન યોજાયા હતા તે સમયે અહીં માદા શ્વાને 4 બચ્ચાને જન્મ આપ્યો હતો.આ માદા શ્વાને 8 લોકોને બચકા ભર્યા હતા જેના કારણે તેને પકડી અને અન્ય જગ્યા પર ખસેડવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2025/08/11/maxresdefault-2025-08-11-21-38-42.webp)