ગીરસોમનાથ: તલાલા પંથકની ખુશ્બુદાર કેરીની સુવાસ ફેલાશે વિદેશોમાં,800 ટન કેરીની નિકાસ થાય એવી શક્યતા

ગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે.

ગીરસોમનાથ: તલાલા પંથકની ખુશ્બુદાર કેરીની સુવાસ ફેલાશે વિદેશોમાં,800 ટન કેરીની નિકાસ થાય એવી શક્યતા
New Update

ગીર સોમનાથના તાલાલા પંથકની મધમીઠી ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. આ માટે કેરી એક્સપોર્ટની તમામ તૈયારી કરી દેવામાં આવી છે.

વિઓગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાસ કરીને ખાડી દેશો માં કેસર કેરીની માંગ વધી રહી છે ત્યારે કેસર કેરીની આંતરરાષ્ટ્રીય નિકાસ સાથે સંકળાયેલા ખેડૂતો આ વર્ષે કેરીની નિકાસને લઈને ખુશખુશાલ જોવા મળે છે ગયા વર્ષે 1100 ટન થી વધુ કેસર કેરી વિદેશોમાં એક્સપોર્ટ થઈ હતી ત્યારે આ વર્ષે કેસર કેરીમાં પ્રતિકૂળ હવામાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીમાં 50% નો ઘટાડો આવી શકે છે અને વિદેશમાં પણ 800 ટન જેવી કેસર એક્સપોર્ટ થવાની ધરણા સેવાઈ રહી છે.તાલાલાની કેસર કેરી દુબઈ,કેનેડા,મસ્તક,રસિયા જેવા દેશોમાં અત્યારે એક્સપોર્ટ થઈ રહી છે હવે પછી ઓસ્ટ્રેલિયા અને યુએસએ પણ એક્સપોર્ટ થશે.તાલાલાથી એક્સપોર્ટ કરવા માટે કેસર કેરીનું ગ્રેડિંગ કરવામાં આવે છે જેમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવાની સાથે એક્સપર્ટ ક્વોલિટીની એક સમાન કદ ધરાવતી કેરીઓને પુઠાના બોક્સમાં પેક કરીને તેને અમદાવાદ હવાઈ મથકે મોકલવામાં આવે છે ત્યાંથી જેતે દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવામાં ત્યાંના ઓર્ડર મુજબ કેરીના બોક્સને મોકલવામાં આવે છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીની નિકાસમાં જબર માંગ જોવા મળી રહી છે ગલ્ફ ના દેશોમાં પ્રતિદિન 10 થી 12 ટન ગુણવત્તા યુક્ત કેરીની માંગ થઈ રહી છે જેને આગામી દિવસોમાં ગીર પંથક પૂરી કરશે તેવો વિશ્વાસ પણ કેરીની નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે

#Gujarat #CGNews #mangoes #Talala #Girsomnath #abroad #exported #KesarMango
Here are a few more articles:
Read the Next Article