Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: સમુદ્ર નજીક આવેલ ગામમાં લગાવાયું વોટર મશીન,5 રૂ.માં મળે છે 10 લિટર પીવાનું શુધ્ધ પાણી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે

X

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે જેમાં અને 5 રૂપિયામાં 10 લીટર પીવા માટેનું પાણી આપવામાં આવી રહયું છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત દ્વારા વોટર મશીન લગાવવામાં આવ્યું છે. એ.ટી.એમ.ખારા પાણીને મીઠું બનાવી ઠંડુ કરી માત્ર એક રૂપિયામાં એક લીટર અને 5 રૂપિયામાં 10 લીટર પીવા માટેનું પાણી અહીં આપવામાં આવે છે.હરણાસા ગામ સમુદ્ર નજીક આવેલું હોય અહીં કોઈ મીઠા પાણીનો સ્ત્રોત નથી.આથી સરકાર ની સહાય વડે માત્ર નજીવા દરે ગામ લોકોને શુદ્ધ મિનરલ વોટર પીવા માટે મળે છે.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું હરણાસા ગામ દરિયાની ખૂબ નજીક છે.આ ગામમાં ક્યાંયે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ખેતી માટે જે ભૂગર્ભ જળ વાપરવામાં આવે છે તે પણ ભાભળું પાણી છે.આ પાણીમાં દાળ,ચોખા ચડતા નથી.પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવું હોય ગ્રામજનો પીવાના પાણી માટે વર્ષોથી અન્ય જગ્યાએથી પાણી લઈ આવતા હતા.સગવડતા હોય તે લોકોએ આર.ઓ.ના કેરબા બંધાવ્યા હતા.તે પણ 30 રૂપિયાનો એક કેરબો મળે. દરેકને ન પોષાય આથી લોકો મહા મહેનતે સુત્રાપાડા અને અન્ય સ્થળેથી જેમ તેમ કરીને પાણી લાવતા.આજે સરકારના ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશ દ્વારા આ મશીન હરણાસા ગામે લગાવવામાં આવ્યું છે.જે એક કલાકમાં 800 થી એક હજાર લીટર મિનરલ વોટર આપે છે.

Next Story