ગીરસોમનાથ: ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન બેતમા ફેરવાતા ખેડૂતોને વ્યાપક નુકશાન,જુઓ શું છે કારણ

ગીર સોમનાથ જિલ્લાના ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન છેલ્લા 15 વર્ષથી લાંબો સમય બેટમાં ફેરવાઈ છે

New Update
ગીરસોમનાથ: ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન બેતમા ફેરવાતા ખેડૂતોને વ્યાપક નુકશાન,જુઓ શું છે કારણ

ગીર સોમનાથ જિલ્લાના ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન છેલ્લા 15 વર્ષથી લાંબો સમય બેટમાં ફેરવાઈ છે જેના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

ગીર સોમનાથ જિલ્લાના બીજ લાટી,કદવાર સહિત ત્રણ ગામોની 800 વીઘાથી વધુ જમીન છેલ્લા 15 વર્ષથી લાંબો સમય બેટમાં ફેરવાઈ છે. ખેડૂતોનો તમામ પાક નાશ પામે છે.ચોમાસામાં મીઠા પાણીથી જમીનો બેટ બને છે અને ત્યારબાદ દરિયાકિનારો હોવાથી ખારું પાણી કુવાઓમાં ફરી વળે છે. જેથી ખેડૂતો પાયમાલ બને છે. સરકારને અનેક રજૂઆતો કરી હોવા છતા પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે.યોગ્ય કેનાલ બનાવી અને ચેકડેમના દરવાજાઓ ખોલાય તો જ ખેડૂતો ખેતી કરી શકે તેવી સ્થિતિ ઉદભવી છે.ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે વિરામ લીધો જેને દસેક દિવસ થયા છે. પરંતુ બીજ,લાટી,કદવાર જેવા ગામોનો સીમ વિસ્તાર આજે પણ પાણીથી ભરાયેલો જોવા મળે છે. મગફળી સહિતના તમામ પાકો હાલ પણ પાણીમાં ડૂબેલા છે. જેથી ખેડૂતો પાયમલ બન્યા છે. ખેડૂતોના મોંઘા બિયારણો. ખાતરો. અને મહેનત આજે દસેક દિવસ બાદ પણ પાણીમાં ડૂબી ગયા છે. જેથી કહી શકાય કે પૈસો અને મહેનત બંને પણ પાણીમાં વહી ગયા છે.આ ત્રણેય ગામો વચ્ચે સુત્રાપાડા ફાટક પાસે એક ચેકડેમ આવેલો છે. જે ચેકડેમના દરવાજા 2007માં બંધ કરાયા છે ત્યારે આ ડેમના કારણે ભારે પાણી આ વિસ્તારોમાં ભરાયેલું રહે છે. જેના કારણે 700થી 800 વીઘા જમીન બેટમાં ફેરવાયેલી રહે છે. જેને કારણે આ ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી અને નાશ પામે છે.

Latest Stories