/connect-gujarat/media/post_banners/9e5fcee333101d3fab4d02c877044b74e81d2794b4e050b28a02319973d7e5be.jpg)
ગીર સોમનાથ જીલ્લામાં આફ્રિકાથી આવેલ મહિલાના સોનાના દાગીનાની બેગની રીક્ષા ચાલકે ચોરી કરી હતી. આ મામલામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી છે ગીર સોમનાથ જિલ્લાના મુળ લોઢવા ગામના અને આફ્રિકા રહેતા ગાયત્રીબેન વિજયભાઈ રાજ્યગુરૂ પ્રસંગોપાત વેરાવળ આવ્યા હતા. અને એક રીક્ષામાં બેઠા હતા. ઉત્તરતી વેળાએ રીક્ષા ચાલકે નજર ચૂકવી બેગ જેમાં 16.5 તોલા સોનુ હતુ તે લઈને ફરાર થઈ ગયો હતો ..
અને પોલીસ ફરિયાદ દાખલ કરાતા સીસીટીવી ફુટેજ તેમજ અન્ય વિગતો તપાસતા આ રીક્ષા જેન્તી રાજાભાઈ મેવાડાની હોવાનું બહાર આવ્યું હતું અને બાતમીનાં આધારે આ શખ્સને પકડી પૂછપરછ કરતા તે દાગીના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેમના પુત્ર મયુરને સંતાડી દેવાનું કહેતા આ સોનું ભરેલ બેગ વેરાવળ- ડાભોર ગ્રાઉન્ડ રેલ્વે ટ્રેક નીચે આવેલ ગરનાળાની નીચે સંતાડી દીધું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બંનેની અટક કરી મુદ્દામાલ કબજે કર્યો હતો.