Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના અભાવે દર્દીઓને પારાવાર મુશ્કેલી,આરોગ્ય મંત્રીને પાઠવાયો પત્ર

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે

X

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક ન હોવાના કારણે દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છેત્યારે ધારાસભ્યએ આરોગ્ય મંત્રીને પત્ર લખી આ બાબતે રજૂઆત કરી છે

છેલ્લા ઘણાં વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્ક શરૂ થાય તે માટે લોકો ની પ્રબળ માંગ રહી છે સરકારમાં અવાર નવાર લેખિત રજૂઆતો પણ થઈ છે.પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી અને ગરીબ દર્દીઓનેને ફરજીયાત ખાનગી બ્લડ બેન્કમાં તગડી રકમ ચૂકવવી પડે છે.વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના 6 તાલુકાની ગરીબ પ્રજા સારવાર અર્થે આવે છે ત્યારે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા બ્લડ બેન્ક શરૂ કરાવવા હવે આક્રમક બન્યા છે અને રાજ્યના આરોગ્ય મંત્રીને લેખિત પત્ર પાઠવી જો વહેલી તકે બ્લડ બેન્ક શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Next Story