હિલ સ્ટેશનમાં ઠંડીનો "ચમકારો" : માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા...

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પારો શૂન્યથી 3 ડિગ્રી નીચે ગગડ્યો છે,

New Update
હિલ સ્ટેશનમાં ઠંડીનો "ચમકારો" : માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતાં સહેલાણીઓ ઠુંઠવાયા...

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે પારો શૂન્યથી 3 ડિગ્રી નીચે ગગડ્યો છે, ત્યારે ગુજરાતીઓના મનપસંદ એવા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઠંડીની મજા માણતાં જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી લોકોને ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતની નજીકનું અને રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ફરી એકવાર શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. શિયાળાની શરૂઆત બાદ માઉન્ટ આબુનું તાપમાન દરરોજ શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી રહ્યું છે. આવા સંજોગોમાં નકી તળાવ સહિતના પ્રવાસન સ્થળો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અલ્હાદક વાતાવરણનો આનંદ માણવા આવી રહ્યા છે. તો ઘણા સ્થળોએ લોકો બોનફાયરનો સહારો પણ લઈ રહ્યા છે. આબુની હોટલોમાં પ્રવાસીઓ પણ હીટરનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. એક અઠવાડિયા પહેલા પણ માઉન્ટ આબુનું તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું હતું.

જ્યારે છેલ્લા એક સપ્તાહથી લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ હવે ફરી એકવાર શિયાળાએ તેનું ઉગ્ર વલણ બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારે માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ 3 નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા. હવામાન વિભાગના જાણકારોના મતે હવે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં આવ્યો છે. તેવામાં માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓ માટે ફરવાનું ઉત્તમ સ્થળ બન્યું છે. ઠંડીના રસિયાઓ અને સહેલાણીઓ અહીં આવી ઠંડી અને બરફની મજાનો આનંદ લેતા જોવા મળે છે.

Latest Stories