ગુજરાત રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે નાના માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ લિટર રૂ.25/- લેખે પ્રતિ માસ મહત્તમ 150 લિટર તથા વાર્ષિક 1472 લિટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી...
તેમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. તદ્દઅનુસાર કેરોસીન સહાયની રકમ રૂ.25/- થી વધારી રૂ.50/-કરવામાં આવી છે. તથા વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લિટર કરવામાં આવ્યો છે. આ સુધારાથી આશરે 4000 જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં કેરોસીનના વધતા જતા ભાવ સામે આર્થિક ફાયદો થશે એમ આઉટ બોર્ડ મશીન જે સામાન્ય રીતે માછીમારો અગાઉ, જ્યારે કેરોસીનના ભાવ પેટ્રોલની સરખામણીએ ઓછા હતા, ત્યારે પેટ્રોલથી સ્પાર્ક કરી ઇંધણ તરીકે કેરોસીન વપરાશ કરીને ચલાવતા હતા.
હાલમાં કેરોસીન અને પેટ્રોલના બજાર ભાવમાં ખાસ કોઇ તફાવત રહ્યો નથી. તેવા સંજોગોમાં આવી બોટ ધારક નાના માછીમારો પૈકી કેટલાક કેરોસીનના બદલે પેટ્રોલના વપરાશથી બોટ ચલાવે છે. જેથી આવા માછીમારોની લાગણી હતી કે, ફીશીંગ માટે કેરોસીનના બદલે પેટ્રોલનો વપરાશ માટે આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને કેરોસીન સમાન ધોરણે પેટ્રોલ ખરીદી પર સહાય આપવામાં આવે છે.